કેદીઓ સાથે સંવાદ કરી આરોગ્ય, સ્વચ્છતા અને ભોજનની ગુણવત્તાની ચકાસણી કરાઈમોરબી : મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા આજે મોરબી સબ જેલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન તેમણે જેલ પ્રશાસન અને ત્યાંની વિવિધ વ્યવસ્થાઓનું સીધું નિરીક્ષણ કર્યું હતું.કલેકટર સ્વપ્નિલ ખરેએ જેલમાં રહેલા કેદીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જેલ પરિસરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ, સાફ-સફાઈ અને સ્વચ્છતા તેમજ કેદીઓને અપાતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, તેમણે ખાસ કરીને મહિલા બેરેક તથા બહારથી આવતા સગા-સંબંધીઓની મુલાકાત માટેની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર તપાસના અંતે કલેકટર દ્વારા જેલ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને જરૂરી જણાતા સુધારાત્મક પગલાં લેવા માટે જેલના અધિકારીઓને યોગ્ય સૂચનો આપવામાં આવ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiSubJail #DistrictCollector #SwapnilKhare #Gujarat #CMOGuj #PMOIndia #GujaratGovernment #RevenueDepartment