અરજદારો સાથે સીધો સંવાદ કર્યો; પોલીસ સ્ટેશન, સબ રજિસ્ટ્રાર અને મામલતદાર કચેરીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરીમોરબી અપડેટ: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ ખાતે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરે હળવદ પોલીસ સ્ટેશનની તપાસણી કરીને રજિસ્ટરો, વિવિધ શાખાઓ અને પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ નાગરિકોને સમયસર અને સંવેદનશીલ પોલીસ સેવાઓ મળે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પોલીસ સ્ટેશનની મુલાકાત બાદ તેઓએ સબ રજિસ્ટ્રાર કચેરી તેમજ મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની સમીક્ષા કરી કામગીરીનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે સ્થળ પર ઉપસ્થિત અરજદારો સાથે સીધો સંવાદ સાધીને કચેરીઓ દ્વારા મળતી સેવાઓ અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.#Morbi #MorbiUpdate #Halvad #MorbiCollector #SwapnilKhare #GujaratNews #MorbiNews #PublicService