મોરબી : મોરબીમાં કોવિડની ગંભીર પરિસ્થિતિ વચ્ચે માનવ સેવાની જ્યોત અખંડિત રાખીને 'સર્વ ધર્મ સમભાવ'ની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરીને દરેક સમાજના જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વરમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દાખલ દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે 'સાથી હાથ બઢાના'ની જેમ ઉદ્યોગકારો તેમજ સમાજસેવીઓ અનુદાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે મોરબીના અનિલભાઈ પોપટ (ગાયત્રી ટાઈમ) તેમજ નરેન્દ્રભાઈ કાંતિલાલ રાચ્છ (પાયલ ટાઈમ) દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને 100 કિલો તરબૂચ અને 500 પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.