મોરબી : ડો.હેડગેવાર સ્મારક સમિતિ, અંજની રાત્રી શાખા-નરસંગ ઉપનગર દ્વારા રવાપર ચોકડી ખાતે તા. 28ને ગુરુવારના રોજ સવારે 8:30 થી 12:00 વાગ્યા સુધી પક્ષીના પાણીના કુંડા અને ચકલી ઘરનું વિનામુલ્યે વિતરણ કરવામા આવશે. ઉનાળાના માહોલમાં પાણી વિના કોઈ પક્ષી મૃત્યુ ન પામે તેની જવાબદારી હર માનવીની છે. તો આ માનવતાનુ કાર્ય કરી આપના મકાન ઉપર પાણીનુ કુંડુ અથવા આપના આજુબાજુના સાર્વજનિક ઝાડ પર ચકલીઘર બાંધી પક્ષી પ્રત્યે કરૂણા નિભાવવા નમ્ર અપીલ છે.