મોરબી : મોરબી શહેરમાં લાયન્સનગર આંગણવાડી દ્વારા બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં શનાળા બાયપાસ પાસે વોર્ડ નંબર 11માં આવેલ લાયન્સનગર આંગણવાડીમાં સરકાર તરફથી ફાળવતા 4થી 6 વર્ષના બાળકોના યુનિફોર્મનું આજે તારીખ 5ના રોજ આંગણવાડીના કાર્યકર મુક્તાબેન સોલંકી, હેલ્પર દક્ષાબેન પરમાર તથા ભૂમિબેન દ્વારા બાળકોને ફોર્મનું વિતરણ કરવામાં આવેલ હતું. જેનો લાભ આ વિસ્તારમાં રહેતા બાળકોને મળેલ છે. તેમ સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીની યાદીમાં જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..