મોરબી : મોરબીમાં 15મી ઓગસ્ટના સ્વાધીનતા દિવસ નિમિત્તે વડાપ્રધાનની હર ઘર તિરંગાની મુહિમને પગલે ઠેરઠેર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ દરેક ઘરે તેમજ દુકાનો ઓફિસો સહિતના તમામ સ્થળોએ તિરંગો ફરકાવ્યો છે. ત્યારે મોરબીના વોર્ડ નબર 4માં આવેલ સોઓરડી વિસ્તારમાં ભાજપ અગ્રણી રમેશભાઈ ભરવાડ, પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહિયા, મનસુખભાઇ બરાસરા, તેમજ હરિભાઈ રાતડીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તિરંગા યાત્રા કાઢીને રાષ્ટ્રભાવના વ્યક્ત કરવામાં આવી હતી.