જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી અપાશે મોરબી : મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦ % ગ્રાન્ટમાંથી જિલ્લાના દસ ગામોને ટ્રેકટર ટ્રોલી ફાળવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લાના દસ ગામોમાં કચરા કલેક્શન માટે સોમવારે ટ્રેકટર ટ્રોલી વિતરણ કરવામાં આવશે. મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦ % ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૩મા મોરબી જિલ્લાના માળિયા (મી) તાલુકાની જુના ઘાટીલા, તરધરી, કુંતાસી , ગ્રામ પંચાયત હળવદ તાલુકાની રણમલપુર, છતર, માનગઢ ગ્રામ પંચાયત, વાંકાનેર તાલુકની ચંદ્રપુર ,સિંધાવદર, ભાયાતી જાંબુડીયા, ગ્રામ પંચાયત, મોરબી તાલુકાની ધુનડા ગ્રામ પંચાયત આમ કુલ ૧૦ ગ્રામ પંચાયતોમાં ધન કચરાનુ ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી લેવામાં આવેલ છે. આ ટ્રેક્ટર ટોલી ઉપરોક્ત ગ્રામ પંચાયતને તા. ૧૪/૦૮/ ૨૦૨૩ ના રોજ બપોરે 12:00 કલાકે, (સોમવાર )સોંપવાનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં રાખેલ છે.