વાંકાનેર : મોરબી તલાટી કર્મચારીઓ દ્વારા રાજકોટના સર્વોદય સેવા સંઘ સંચાલિત વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 120 વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું ઉત્સાહભેર વિતરણ કર્યું હતું. જેથી, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આનંદિત થયા હતા. આ તકે શાળાના આચાર્ય જીગ્નેશભાઈ આદ્રોજાએ તલાટી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.