ગરમીથી રાહત આપવા 1000 ગ્લાસ શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું નિઃશુલ્ક વિતરણ કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુંમોરબી: હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યપ્રદ ગણાતા પુરુષોત્તમ માસમાં દાન, જપ-તપ અને સેવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર માસના પાવન અવસરે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા માનવસેવાના ઉમદા ભાવ સાથે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખાતે એક વિશેષ 'શીતળ સેવા પ્રોજેક્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું.ઉનાળાની આકરી ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના સગાં-સંબંધીઓ, રાહદારીઓ તેમજ જરૂરિયાતમંદ લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી સંસ્થા દ્વારા 1000 ગ્લાસ તાજો શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાળઝાળ ગરમીમાં શીતળ પીણાની સેવા મળતાં અનેક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ પુરુષોત્તમ માસમાં કરેલા પરોપકારના કાર્યોનું અનેરું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ જ સેવા ભાવનાને કેન્દ્રમાં રાખીને મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક આ સેવા યજ્ઞમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. હોસ્પિટલ ખાતે ઉપસ્થિત લોકોએ પણ સંસ્થાની આ પ્રશંસનીય પહેલને ખૂબ બિરદાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્કાન વેલફેર સોસાયટી અવારનવાર સમાજસેવા, માનવતા અને પરોપકારના વિવિધ કાર્યોમાં સક્રિય રહે છે અને આગામી સમયમાં પણ આવા અનેક લોકકલ્યાણકારી પ્રોજેક્ટો થકી સમાજને ઉપયોગી થવા માટે પ્રતિબદ્ધ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MuskanWelfareSociety #CivilHospitalMorbi #SocialService #PurushottamMaas #SummerRelief #Humanity