મોરબી : રાજપૂત કરણી સેના મોરબી જિલ્લાની ટીમ દ્વારા મધુપુર ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓને આજે શિક્ષણમાં ઉપયોગી સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે મધુપુર ગામની શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાની રાજપૂત કરણી સેનાની ટીમે હાજરી આપી હતી અને શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, બુક, સ્ટેશનરી અને પુસ્તકોનું વિતરણ કર્યું હતું. સાતે જ મધુપુર શાળાના આચાર્ય કાનાભાઇ રાઠોડ તેમજ બ્રિજેશભાઈ બોરીચાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી દિગપાલસિંહ રાણા, જિલ્લા સહમંત્રી રત્નદીપ સિંહ જાડેજા, શહેરમંત્રી રવિરાજસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલા જુના સાદુરકા, તેમજ મધુપુર ગામ લોકો જોડાયા હતા. ત્યારે આ તકે શાળાના શિક્ષક ગણો અને મધુપુર ગામના લોકોએ કરણી સેનાને વધાવી હતી.