મોરબી : ગત વર્ષે બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રૂદ્ર મયુરભાઈ જેઠલોજાના જન્મદિવસ નિમિત્તે જુની પીપળી શાળામાં પુસ્તકો અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ તારીખ 19 એપ્રિલના રોજ સ્વ. રૂદ્ર મયુરભાઈ જેઠલોજાનો જન્મદિવસ છે ત્યારે પરિવારજનોએ જુની પીપળી સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકો અને સ્ટેશનરીની કીટનું વિતરણ કર્યું હતું. આ તકે સ્વ. રૂદ્રના પિતા મયુરભાઈ શંકરભાઈ જેઠલોજા અને માતા રાધાબેન મયુરભાઈ જેઠલોજા હાજર રહ્યા હતા અને રૂદ્રની યાદમાં વિદ્યાર્થીઓને પુસ્તકો અને સ્ટેશનરી કીટ આપી હતી.