મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલે તા. 23ને બુધવારના રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ તારીખ 23 જુને છે. ત્યારે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પર્યાવરણ સંરક્ષણ હેતુ માટે મોટા પ્રમાણમાં વૃક્ષોના રોપાઓનું વિતરણ સવારે 9-30 કલાકથી મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે, શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ સામે કરવામાં આવશે. તો મોરબીની જનતાને લાભ લેવા ભારતીય જનતા પાર્ટીની યાદીમાં અપીલ કરવામાં આવી છે.