મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મહિલાઓને સેનેટરી પેડનું જાહેર વિતરણ કરવામાં આવ્યું હતું.અને સેનેટરી પેડ અંગે માહિતી પત્રિકા રૂપે પુરી પાડવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સવારે ૭ થી ૯ મોરબીમાં સરદાર બાગ સામે શનાળા રોડ પર ભરાતી જાહેર શાકમાર્કેટની તમામ મહિલાઓને એક કદમ મહિલાઓની સુરક્ષા તરફ પ્રોજેક્ટ અંતર્ગત સેનેટરી નેપકીનનું જાહેરમાં વિતરણ કરેલ હતું. તેમજ ક્લબની મહિલાઓ દ્વારા મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃત કરવામાં આવેલ છે. આ વિતરણનો આશરે 800 બહેનો (8000 નંગ પેડ)એ લાભ મેળવેલ હતો. સાથે સેનેટરી નેપકીનના લાભ-ગેરલાભ અંગેની પત્રિકા પણ આપેલ હતી. આ પ્રોજેક્ટમા લાયન્સ મેમ્બર્સ સાથે તેમના પત્નીઓ અને મોરબીની યુવા આર્મીની બહેનો દ્વારા સેવા આપવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..