જોગમાયા સેવા ગ્રૂપ અને બક્ષીશેરી મીત્ર મંડળ દ્વારા આયોજન મોરબી : હોળી - ધુળેટી પર્વ નિમિતે મોરબીથી માટેલ સુધી ખોડિયાર માતાના રથ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં જોડાયેલા પદયાત્રાળુઓ માટે જોગમાયા સેવા ગ્રૂપ વાંકાનેર અને બક્ષીશેરી મીત્ર મંડળ મોરબી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધુળેટીના પર્વ નિમિતે મોરબીથી માટેલ સુધી ખોડિયાર માતાના રથ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 1000 જેટલા પદયાત્રાળુઓ જોડાયા હતા.આ કેમ્પની શરૂઆત ભારતમાતાની આરતી ત્યારબાદ ખોડિયાર માતાની આરતીથી કરવામાં આવી હતી.આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત દરેક પદયાત્રાળૂને ભગવો ઘ્વજ અર્પણ કરી આહવાન કરવામાં આવેલ હતું કે આ ભગવો ઘ્વજ પોતાના ઘર પર લગાવો.મોરબી વાંકાનેર હાયવે બંધુનગર જય જોગમાયા સેવા ગ્રૂપ તથા બક્ષીશેરી મીત્ર મંડળ મોરબી દ્વારા માટેલ સુધીની પદયાત્રામાં જોડાયેલા પદયાત્રાળુઓ માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.