મોરબી : મોરબી એચ.આઈ.વી.ગ્રસ્ત મહિલાઓ અને બાળકોને મદદરૂપ થવા દાતાઓના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ એ.આર.ટી. સેન્ટર, GSNP અને સ્વેત્ના પ્રોજેકટના ફિલ્ડ કો-ઓર્ડિનેટર રાજેશભાઈ લાલવાણીના સંયુક્ત ઉપક્રમે મોરબીની જનરલ હોસ્પિટલ ખાતે HIV ગ્રસ્ત મહિલાઓ તથા બાળકોને 60 જેટલી રેશન કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ રેશન કીટ માટે રઘુભાઈ ગડારા, દિનેશભાઇ પટેલ (રેમ્બો લેમિલેટ), કાન્તિભાઈ (રંગોલી લેમિલેટ), ભાવેશભાઈ મણિયાર, અંકુરભાઈ (સમ્રાટ જવેલર્સ), જીતુભાઈ કક્કડ (આર.કે.)એ સહયોગ આપ્યો હતો. આ તકે અધિક્ષક ડો. કાંતિલાલ સરડવા, એ.આર.ટી. નોડલ ઓફિસર ડો. પી. કે. દૂધરેજીયા, ડી.ટી.ઓ. ડો. ડી. વી. બાવરવા, એ.આર.ટી. મેડિકલ ઓફિસર ડો. હિતેષ પારેખ, ડિસ્ટ્રીકટ સુપરવાઈઝર દિપકભાઈ મકવાણા, સ્વેત્ના પ્રોજેકટ ઓફિસર ગણપતભાઈ વાઘેલા, વિહાન પોજેકટ ઓ.આર.ડબલ્યુ. ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા.