મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘી ના અડદીયા સાથે ચીકી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને આ અડદીયા તેમજ ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી.વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘીના ડ્રાયફ્રુટથી ભરપુર મસાલેદાર અડદીયા પ્રતિ કીલો રૂ.૩૫૦ના ભાવે અવિરતપણે વિતરણ કરવા માં આવી રહ્યુ છે ત્યારે વિવિધ જાતની ચીકીનું પણ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ થઈ ગયેલ છે. જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા, તલ-સિંગ-દાળીયા સહીતની વિવિધ જાતની ચીકી નુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. વિવિધ પ્રકારની ચીકી રૂ.૭૦,રૂ.૮૦ તથા રૂ.૧૦૦ના ભાવે ૫૦૦ ગ્રામ પેકિંગમાં ઉપલબ્ધ છે. આ વિવિધ જાતની ચીકી તેમજ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.