મોરબી : જય શ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડના દાદીમાની પુણ્યતિથિ નિમિતે મોરબીના સામાંકાઠે મયુરપુલ નીચે આવેલી ઝૂંપડપટ્ટી, લીલાપર રોડ પર આવેલી ઝૂંપડપટ્ટી તથા નવલખી રોડ પર પરશુરામધામ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જયશ્રી માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા , વ્રજ તેમજ અન્ય બહેનો પણ જોડાયા હતા.