આઇ. સી.ડી.એસ વિભાગના ચેકિંગમાં આંગણવાડીનો પૌષ્ટિક બારોબાર પગ કરી ગયાનો ધડાકો : આંગણવાડીવર્કર અને હેલ્પરને નોટિસ ફટકારાઈ મોરબી : મોરબીના લીલાપર ગામની આંગણવાડીમાં સગર્ભા માતાઓ અને ધાત્રીમાતાઓ તથા કિશોરીઓને વિતરણ કરવાના પૌષ્ટિક ખોરાકમાં ગોલમાલ થતી હોવાની જાગૃત નાગરિકએ ફરિયાદ કર્યા બાદ આઇ.સી.ડી.એસ.વિભાગએ ચેકિંગ હાથ ધર્યું હતું .જેમાં આંગણવાડીમાં પૌષ્ટિક ખોરાક વિતરણમાં રીતસર લાલિયાંવાડી ચાલતી હોવાનું ખુલતા આ માટે જવાબદાર આંગણવાડી વર્કર અને હેલ્પરને નોટિસ ફટકારી છે. મોરબીના લીલાપર ગામે રહેતા જાગૃત નાગરિક ગૌતમભાઈ જેન્તીભાઈ મકવાણાએ આઈ. સી.ડી.એસ.વિભગ અને કલેકટરને ગત તા.8ના રોજ લેખિત ફરિયાદ કરી હતી કે,લીલાપર ગામની આંગણવાડીમાં સગર્ભામાતા, ધાત્રીમાતાઓ તથા કિશોરીને વિતરણ કરવાનો વિવિધ પૌષ્ટિક આહારમાં મોટી ગોલમાલ થાય છે અને આ પૌષ્ટિક આહાર બારોબર સગેવગે થઈ જાય છે. જેના પગલે આઇ.સી.ડી.એસ વિભાગે આ આંગણવાડીમાં ચેકિંગ હાથ ધયુ હતું.આ અંગે બાળ વિકાસ યોજના અધિકારી કોમલબેને જણાવ્યું હતું કે લીલાપર આંગણવાડીને સમાજ કલ્યાણ અધિકારીએ દત્તક લીધેલી છે.આથી સમયાંતરે તેઓ ચેકિંગ હાથ ધરતા હોય છે.અને તેમણે પણ ગોલમાલ થતી હોવાનો રિપોર્ટ આપ્યો હતો આ ફરિયાદ ઉઠતા આઇ.સી.ડી.એસ.વિભાગે ત્યાં જઈને તપાસ કરી હતી.જેમાં બે મહિનામાંથી એક મહિનાનો પૌષ્ટિક આહાર લાભાર્થીઓને મળ્યો જ ન હતો તેમજ બે કુપોષિત બાળકો પણ આંગણવાડીએ જોવા મળ્યા ન હતા આથી આંગણવાડીને મોકલાતો પૌષ્ટિક આહાર બરોબર સગેવગે થઈ જતો હોવાનું તથા લાલીયાવાડી ચાલતી હોવાનું ખુલ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે ક્યારેક પૌષ્ટિક આહાર બે મહિને મોકલતો હોય છે.આ આંગણવાડીના વર્કર અને હેલ્પરે બે મહિનાથી એક મહિનાનો પૌષ્ટિક આહાર વિતરણ કરી બાકીના એક મહિનાનો માલ ઘરભેગો કર્યો હોવાનું ખુલતા આ બન્નેને કારણદર્શક નોટિસ ફટકારી છે.આ ગંભીર બેદરકારી અંગે ફરજમુક્ત કેમ ન કરવા તે અંગે ખુલાસો માગ્યો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en