મોરબી : મોરબીમાં નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા કેસર કલમી આંબા (રૂ. ૫૦), મધુનાશીના રોપા (રૂ. ૩૦) અને ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવનાર છે. આ વિતરણ તા. 10ને રવિવારે સવારે 8-30થી 1 કલાકે ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે કરાશે. જેમાં વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, હર્બલ ટી મળશે. વધુમાં, માટીના વાસણો તાવડી, પાટિયા, માટીના કુંડા, રસોડાને ઉપયોગી લકડાની વસ્તુઓ, અગરબત્તી, વાંસના ચકલીઘર, દોરીના ચકલીઘર, હરડે પાવડર, સિંધાનમક, ખાતર, માટલાં, ગોરા વગેરેનું વિતરણ કરવામાં આવશે. અને વિવિધ જાતના વનસ્પતિના બીજનું વિનામુલ્યે વિતરણ કરાશે. બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળશે. નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેના રોપાના ૩૦ રૂ. લેખે રાહત દરે વિતરણ કરાશે. 'આંગણે વાવો શાકભાજી'ને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબીના રોપાઓ મળશે. ફૂલછોડમાં કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાતના રંગ વાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એક્શ્ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે. એલોવેરા જેલ, અલોવેરા જ્યુસ અને સપ્ત્ચુર્ણ રાહત દરે મળશે. વિવિધ જાતના કઠોળ રાહત દરે મળશે. અળસીયા એ બનાવેલ ખાતર (૧ કિલોના ૨૦ રૂ.) નું વેચાણ થાય છે. વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ – મોરબી (મો. ૯૯૨૫૩૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા (પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ, મો. ૯૪૨૭૫૬૩૮૯૮)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..