નવરંગ નેચરલ કલબ દ્વારા ફૂલછોડ-પાણીના કુંડા, ઓસડિયાના વિતરણનું આયોજન મોરબી : મોરબીમાં નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા રાહત દરે પાણીના કુંડા,ફૂલછોડ,ગોરા,ઓસડિયાં વગેરેનું આવતીકાલે વિતરણ કરવામાં આવશે. મોરબીમાં તા.8ને રવિવારના રોજ સવારે 8 થી 1 શનાળા રોડ,ઉમીયા સર્કલ પાસે,મહાદેવના મંદિર પાસે,મોરબી ખાતે નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા પાણીના પરબ,ચકલીના માળા,વાંસના દોરીના માટીના વાસણો,તાવડી,પાટીયા,ફુલ છોડના કુંડા,ઠંડા પાણીના ગોરા,લાકડાના વેલણ,પાટલા,ચાલીસ જાતના ગુલાબ,મોગરો,ગલગોટા દરેક જાતના ફુલ છોડ,થેપલા,ખાખરા,પાપડ,ચકરી,અથાણાં,હરડે ચૂર્ણ,સીન્ધા લુણ નમક,આમળા પાવડર,હાથે ખાંડેલા દેશી ઓસડીયા,દરેક જાતના બિયારણ,ખાતર,જીવંતિકા ખરખોડી પાવડર,અળસીયાનુ કોકોપીટ,છાણનું ખાતર,શુદ્ધ મધ,વિવિધ જાતના કઠોર વગેરે વસ્તુ રાહત ભાવે વિતરણ કરવામાં આવશે. વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ મો.9925369465 અને નવરંગ નેચરલ કલબ રાજકોટના વી.ડી.બાલા પ્રમુખ મો.9427563898 નો સંપર્ક કરવો.