મોરબી : મોરબીમાં આજે પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ દ્વારા લુપ્ત થતી ઔષધિઓના રોપાનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ દ્વારા ઔષધિય રોપાનું નજીવાદરે આજરોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી પરિશ્રમ ઔષધિ વન,શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,પટેલ એસ્ટેટ સામે, અજંતા કલોક પાસે, મોરબી - રાજકોટ હાઇવે, મોરબી ખાતે વિતરણ કરવામાં આવે છે. જેમા દુર્લભ તથા લુપ્ત થતી ઔષધિઓ અને નક્ષત્ર વન રાશી વન ગ્રહ વનના વિવિધ પ્રકારના રોપાઓ રાહતદરે આપવામાં આવશે.વધુ માહિતી માટે મો.9879127054 પર સંપર્ક કરવો.