મોરબી : મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના અલ્પાબેન કાસુન્દ્રાના પતિ અમિતભાઈના જન્મદિવસના શુભ અવસર પર પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસ(ગાદલા)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જન્મદિવસને કેક કાપીને ઉજવવાની જગ્યાએ, બીજાના જીવનમાં સુખ અને આરામ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.બાલાશ્રમના બાળકો માટે આ મેટ્રેસ(ગાદલાઓ) માત્ર આરામ જ નહીં, પરંતુ તેમના જીવનમાં પ્રેમ અને સ્નેહનો અહેસાસ છે. કારણ કે જ્યારે કોઈ પોતાના ખાસ દિવસે બીજાના સુખ માટે વિચારે છે, ત્યારે એ કાર્ય ખરેખર પૂજ્ય અને પ્રેરણાદાયી બને છે. આ સેવા કાર્યમાં સહભાગી બનેલી તમામ પાટીદાર બહેનોનો પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.