વાંકાનેર : વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધોરણ - 1થી 8ના 170 બાળકોને માસ્કનું વિતરણ ભેટ સ્વરૂપે દાતા દેવાંગભાઈ શાહ, અમદાવાદ અને શાળાના શિક્ષક નમ્રતાબાની સંયુક્ત ભાગીદારીથી કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે દાતાનો ખુબ ખુબ આભાર માન્યો હોવાનું આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.