મોરબી : કોરોનાના કહેર વચ્ચે તમામ સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના પેગ્વીન સીરામીક અને પ્લેટીના સીરામીક કારખાના દ્વારા કોરોનોથી બચવા પોતાની ફેક્ટરીમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં બન્ને સીરામીક ફેકટરીના કર્મચારીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બન્ને ફેક્ટરીમાં સેનીટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફેકટરીમાં કામ કરતા મજૂરોને સેનીટાઇઝરથી હાથ ધોઈને પછી જ પ્રવેશે છે. આ સીરામીક ફેકટરીઓના માલિકો અરવિંદભાઈ પટેલ અને હિંમતભાઈ પટેલ દ્વારા કોરોનાથી બચવા માટેના આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.