મોરબી : હાલમાં કોરોનાના કહેરના કારણે સમગ્ર જનજીવન ભયભીત છે. ત્યારે સરકાર સહિત તમામ કક્ષાએ લોકો કોરોનાથી ડરે નહિ અને સચેત રહે તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોરોના સામે લોકો માટે સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં કોરોના વાયરસના રક્ષણ માટે જય ગણેશ વિટ્રિફાઇડમાં અગ્નિહોત્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફેકટરીના સ્ટાફ, મજુર અને બહારથી આવતા ડ્રાઈવને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.