ટંકારા : ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જનતાને માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા લતીપર ચોકડી તેમજ ટંકારા ગામમાં સવારે માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ, ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ ગોસરા, તાલુકા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણી, ટંકારા તાલુકા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કક્કડ, પ્રકાશભાઈ દુબરીયા, કૌશિકભાઈ પ્રજાપતિ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..