મૂળ ટંકારાના વતની અને હાલ રાજકોટના ડોકટર દંપતીએ માનવતા મહેકાવી ટંકારા : ટંકારામાં લોકડાઉન દરમિયાન રાજકોટના મહિલા તબીબ અને તેના પતિ દ્વારા ટ્રાફિકના જવાનો અને સુરક્ષા કર્મીઓને માસ્ક અને હેન્ડ ગ્લોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મૂળ ટંકારાના ઘેટિયા પરિવારના ભાવેશભાઈ અને તેમના ધર્મપત્ની ડો.ચાંદ ઘેટિયા દ્વારા રાજકોટમાં તથા ટંકારામાં આજે કોરોના વાયરસને લઈને લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ટ્રાફિક અને પોલીસના જવાનો તથા સુરક્ષા કર્મીઓને તેમની સુરક્ષા માટે માસ્ક તથા હેન્ડ ગ્લોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ દંપતીએ નિઃશુલ્ક રીતે કોરોના સામેની લડાઈ માટે સુરક્ષા કર્મીઓની આગામી સમયમાં આ રીતે સેવા કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.ત્યારે લોકોની સુરક્ષા માટે સદાય ખડેપગે રહેતા પોલીસ સહિતના સુરક્ષા કર્મીઓની આ દંપતીએ ખેવના કરીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.