ભક્તિમય માહોલ વચ્ચે ભાવિકોમાં અનેરો ઉત્સાહમોરબી અપડેટ : મોરબી ખાતે આવેલ પવિત્ર અને સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભાદરવી અમાસ નિમિત્તે 2 દિવસીય પરંપરાગત લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પરંપરાગત મેળાને પગલે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મેળા દરમિયાન દર્શનાર્થે અને મેળાની મુલાકાતે આવતા ભક્તો તથા મુલાકાતીઓ માટે મકનસર સ્થિત પરમાર પરિવાર તરફથી લસ્સી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પહોંચેલા મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો અને પરમાર પરિવારના સેવાકાર્યને બિરદાવ્યું હતું.#Morbi #Rafaleshwar #RafaleshwarMela #Makansar #ParmarParivar #LassiDistribution #MorbiNews #MorbiUpdate