મોરબી : સારથી સેવા દ્વારા ગરીબ પરિવારના બાળકો અને પરિવારના સભ્યને મકરસંક્રાંતિના પર્વ નિમિતે મોરબીમાં પાડાપુલ નીચે, નટરાજ ફાટક પાસેના વિસ્તારમાં, ભીમસર પાસે તેમજ રાજકોટના માધાપર ચોકડી પાસે, રેલનગર, રેલ્વે જક્શન પાસેના વિવિધ વિસ્તારમાં મમરાના ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સારથી સેવાના વિવેકભાઈ મહેતા, ભાવદીપભાઈ દુદકીયા, પ્રભેવભાઈ સાંગિયા, નિખિલભાઈ ગજ્જર, હર્ષરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ જોડાઈ હતી. તેમ યાદીમાં જણાવાયું છે.