મોરબી: મોરબી તાલુકાની જુના લીલાપર પ્રા. શાળાના આસિ. શિક્ષક તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના 155 જેટલા બાળકોને મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા એ પતંગ અને ફિરકી તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં સમગ્ર શાળા પરિવાર સહભાગી બન્યું હતું.