સ્થાનિકોમાં રોષ : વહેલામાં વહેલીતકે સમસ્યા ઉકેલવા માંગ મોરબી: શહેરની ભીમરાવનગર સોસાયટીમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અતિશય ગંદા પાણીનું વિતરણ થતું હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.આ સમસ્યા વહેલામાં વહેલીતકે ઉકેલાય તેવી સ્થાનિકોની માગ છે. શહેરના વિજયનગર પાસે કડવા પાટીદાર પ્લોટની ભીમરાવનગર સોસાયટીમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી એટલે કે ગત 15 તારીખથી અત્યાર સુધી ગટરનું દુર્ગંધ વાળું અને ફીણવાળું પાણી વિતરણ થાય છે.જે પાણી પીવા માટે કે ઘરવપરાશમાં ઉપયોગમાં લઈ શકાય એવું નથી. આવું ગંદુ પાણી છેલ્લા ઘણા દિવસથી આપવામાં આવતું હોય આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકો આ પાણી પીને ઝાડા-ઊલટીનો ભોગ બની રહ્યા છે તેમજ લોકોની તંદુરસ્તી ખરાબ થઈ શકે તેવા પ્રશ્નો પણ ઉભા થઇ શકે તેમ છે.તેથી વહેલામાં વહેલી તકે તંત્ર આ સમસ્યાનો ઉકેલ આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.