મોરબી : 65 મોરબી માળીયા સહિત 8 બેઠકની પેટા ચૂંટણીઆગામી તા.૩.નવેમ્બરના રોજ યોજાવાવાની છે. જોકે કોરોના મહામારીને કારણે 80 વર્ષથી મોટી ઉંમરના અને શારીરિક અશક્ત મતદારો બુથ પર જવાથી કોરોનાનું સંક્રમણ લગાવાનું જોખમ વધી જાય છે. જેથી કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા આ પેટા ચૂંટણીમાં તેઓને પોસ્ટલ બેલેટ એટલે કે ટપાલ મત્રકથી મત આપવાની સગવડતા આપવામાં આવી છે. આ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેનું જાહેનામું પ્રસિદ્ધ થયાં 5 દિવસમાં ફોર્મ 12 D નું વિતરણ અને ફોર્મ ભર્યા બાદ પરત મેળવવાની કામગીરી પૂર્ણ કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે બાદ જિલ્લા ચૂંટણી અધિકારી જે.બી પટેલની સૂચનાથીઆ માટે મોરબી માળીયા વિદ્યાન સભા વિસ્તારમાં શનિવારથી બી.એલ.ઓ દ્વારા 12 D અંગેનું ફોર્મ વિતરણ કામગીરી શરૂ કરી દેવાઈ છે. મોરબી વિધાનસભા બેઠકમાં હાલ 6141 જેટલા મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના તેંમજ દિવ્યાંગ મતદારો છે.