મોરબી : થોડીવાર પહેલાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે 21 દિવસ માટે લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આથી, લોકો ઘરની બહાર નીકળી શકશે નહીં. આવી પરિસ્થિતિમાં ન્યુઝ 18ની ટીમ દ્વારા મોરબીમાં શ્રમિકોને ફૂડ પાર્સલનું વિતરણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે, શ્રમિકો રોજનું રોજ કમાઈને બે ટંકના ભોજનની વ્યવસ્થા કરતા હોય છે. પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં કારખાના પણ બંધ હોવાથી શ્રમિકો કામ પર જઈ શકતા નથી. માટે તેમના ભોજનની વ્યવસ્થા માટે પાર્સલ બનવવવામાં આવ્યા છે. જેમાં સૂકા નાસ્તા, ચવાણું તેમજ પેંડા, હલવો, મારવાડી મીઠાઈ મળી કુલ 40 કિલો મીઠાઈના પાર્સલ બનાવવામાં આવ્યા છે. જેનું વિતરણ ન્યુઝ 18 ગુજરાતીની ટીમ સાથે પત્રકાર અતુલ જોશી દ્વારા કરવામાં આવ્યું હતુ. આમ, ન્યુઝ 18 ગુજરાતીની ટીમે ફૂડ પાર્સલનું વિતરણ કરી માનવતા મહેકાવી છે.