મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગના મેમ્બર વિનોદભાઈ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગના મેમ્બર વિનોદભાઈ અગરિયા ઉર્ફે વિનુભાઈ માઇક્રો ફોટોગ્રાફરથી ઓળખાતા વિનોદભાઈ આજે સવારે વૉકિંગમાં નીકળ્યા હતા. ત્યારે વાવાઝોડાની અસરના કારણે ઝુપડપટ્ટી વિસ્તારના લોકોની સ્થિતિ નિહાળી તેમની સેવા કરવાનું વિચાર્યું હતું. ત્યારબાદ 2 કલાકમાં 250 ફૂડ પેકેટ તૈયાર કરાવી તેનું વિતરણ કરવામાં આવેલ હતું. આવા અનેક સેવાકીય કાર્યો વિનુભાઈ દ્વારા કરવામાં આવે છે. આ તકે કલબના સર્વે મેમ્બર્સ તરફથી યાદીમાં તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.