મોરબી : સેવાભાવી લોકોએ વાઘપરમાં રહેતા શ્રમજીવીઓને ફૂડપેકેટ-માસ્કનું વિતરણ કરી પોતાના વતન રવાના કર્યા હતા. મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા તથા વાઘપર ગામના સરપંચ સહિતની ટીમ દ્વારા વાઘપર ગામમાંથી પોતાના માદરે વતન પાછા ફરતા ખેતમજૂરો તથા કારખાનામાં કામ કરતા શ્રમિકોને મુસાફરી દરમિયાન રસ્તામાં તકલીફ ના પડે તે માટે ફૂડપેકેટ તથા પાણીની બોટલ તેમજ કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.