મોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને મોરબી ભાજપના સ્થાનિક કાર્યકર્તા દ્વારા મોરબી શહેરના દલવાડી સર્કલ વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ 81 લોકોને કપોરીવાડી સરકારી પ્રાથમિક શાળામાં પોલીસ તંત્રની મદદથી સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત ખીરસરા, ઝિંઝુડા સોલંકી નગર તથા સિઝનલ ગર્લ્સ હોસ્ટેલમાં આશરો લઈ રહેલા 276 લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આરએસએસ, ડો. હેડગેવાર સ્મારક સમિતિ, સીમા જાગરણ મંચ અને ભાજપના સ્થાનિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.