મોરબી : હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. અધિક માસ દરમિયાન દાન-પુણ્ય કરવાનું માહાત્મ્ય છે. ત્યારે અધિક માસ નિમિત્તે મોરબીમાં અવની ચોકડી નજીક આવેલ એવન્યુ પાર્કની મહિલાઓએ સાથે મળી પછાત વિસ્તારમાં જઈ બિસ્કિટ, ખાદ્યતેલ જેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. કોરોનાના પગલે આર્થિક સંકળામણની પરિસ્થિતિ વચ્ચે જરૂરિયાતમંદોએ તેલ મેળવીને મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ સોસાયટીના રહીશ પ્રતિમાબેન રાવલે યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate