નવરંગ નેચર ક્લબ દ્વારા આયોજન મોરબી : મોરબીમાં નવરંગ નેચર ક્લબ દ્વારા દેશી શાકભાજીના બિયારણ, ઓસડીયા અને ફૂલછોડનું રાહત દરે વિતરણ રવિવારના રોજ કરવામાં આવશે. નવરંગ નેચર ક્લબ દ્વારા આગામી તા.12ને રવિવારના રોજ સવારે 8:30 થી 1 વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે શાકભાજીના બિયારણ જેમાં રીંગણી, મરચી,ટમેટી,ગુવાર, ચોળી,ભીંડા, કારેલાં,તૂરિયા, ગલકા,ચીભડા,કાકડી અને દૂધીના બિયારણના નાના પેકેટ રૂ.5 લેખે આપવામાં આવશે. ઉપરાંત હાથે ખાંડેલ દેસી ઓસડિયા,જીવંતીકા (ખરખોડી) પાવડર, અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર,પ્યોર મધ,માટીના કુંડા,તાવડી,દેસી હાથ ઘડાવ માટીના પાટિયા,રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ,વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ-મોરબી મો.99253 69465 અને વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ મો.94275 63898 પર સંપર્ક કરવો.