સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે આયોજન મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે ગરીબ બાળકોને ફરસાણ-મીઠાઈનું વિતરણ કરાયું લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા હંગર પ્રોજેકટ અંતર્ગત ગત તા.૧૨નાં રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રિય યુવા દિવસ નિમિત્તે મોરબીના કેનાલ રોડ અને શનાળા રોડ પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા આશરે સોથી વધારે ગરીબ બાળકોની ભુખાગ્નિ સંતોષવા ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં પ્રોજેક્ટના ચેરમેન હિતેશભાઈ ભાવસાર, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લોરિયા, સભ્ય મહાદેવભાઈ ચિખલિયા અને પ્રમુખ ત્રિભોવનભાઈ ફૂલતરિયા હાજર રહ્યાં હતા તેવું પ્રમુખની યાદીમાં જણાવેલ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..