મોરબી : મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે જરૂરિયાતમંદોને ફરાળનું વિતરણ કર્યું હતું. ગઈકાલે મહાશિવરાત્રીના પર્વ પર મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના બહેનોએ પોતાની જાતે ફરાળ બનાવીને પછાત વિસ્તારમાં જઈ બાળકો, વડીલો સહિતના રહીશોને જમાડી જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.