મોરબી : મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખના હસ્તે નવા જાંબુડીયા ગામે ધો.૧માં ભણતા બાળકોને શિક્ષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના માધ્યમથી શિક્ષણ ઝુંબેશ દ્વારા મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા,નવા જાંબુડીયા ગામ સમિતિ મોરબી જિલ્લા તાલુકા શહેર ઠાકોર સેનાનાં કાર્યકર્તાનાં હસ્તે નવા જાંબુડીયા ગામે ધોરણ-૧માં ભણતા તમામ બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.