મોરબી : દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હાલ લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે ત્યારે મોરબીના ખરેડાના મોમાઈ ગાત્રાળ ગ્રુપ દ્વારા પદયાત્રીકોને ઠંડા પીણાની સેવા આપવામાં આવી રહી છે. માલધારી સમાજના સ્વયંસેવકો દ્વારા 11000 જેટલા ઠંડા પીણા અને પાણીની બોટલ પદયાત્રીકોને આપવામાં આવી છે.