મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી શ્રીરામ સોસાયટી દ્વારા અયોધ્યા મહોત્સવ નિમિત્તે ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બપોરે મહાઆરતી, થાળ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ઉત્સવમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.