મોરબી : મોરબીના મેડિકલ અને પેરામેડિકલ સ્ટુડન્ટ એસોશિએશન દ્વારા શહેરના પછાત વિસ્તારોની મુલાકાત લઇ વંચિતોને કપડાં વિતરણ કરી ગરીબ બાળકો સાથે રમત-ગમત રમી સેવા કર્યો કરવામાં આવ્યા હતા. મોરબી ના મેડિકલ અને પેરમેડીકલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન Elixir દ્વારા અસ્થાયી આવાસો માં રહેતા આર્થિક રીતે નબળા કુટુંબોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં રામજી મંદિર રોડ,સમય ના ગેટ પાસે અને દલવાડી સર્કેલ પાસે આવેલા કેનાલ રોડની બાજુના અને નવલખી ફાટકની બાજુના અસ્થાયી આવાસોમાં તબીબી વિદ્યાર્થીઓ દ્વારા કપડાં વિતરણ કરી બાળકો સાથે રમત -ગમત રમી તેમનું મનોરંજન કર્યું હતું. Elixir 2k22 હેઠળ 15 જેટલા તબીબી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા અંદાજે 300 જેટલા બાળકો, સ્રી, પુરુષોને કપડાં વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આવા સેવાકાર્યમાં જોડાવા માટે અને વધુ વિગતો માટે મોબાઈલ નંબર 70699 18916 તેમજ મો. 90998 68368 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.