મોરબી : દિવાળીના પર્વ નિમિત્તે માતૃશ્રી વીરબાઈમાં માનવસેવા અને ગૌસેવાના બહેનો દ્વારા આજરોજ જરૂરતમંદોને કપડાં અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોરબીના નવલખી રોડ પર, ઓવરબ્રિજ પાસે અને પરશુરામ મંદિર પાસે અલ્પાબેન ક્કકડ દ્વારા જરૂરતમંદોને કપડા અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આ ગ્રુપના મેમ્બર રૂપલબેન, સીમાબેન, અંકિતાબેન અને કિંજલબેન પણ જોડાયા હતા.