મોરબી : મોરબીના પર્યાવરણ પરિવાર દ્વારા માધપારવાડી કુમાર પ્રાથમિક શાળામાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના પંચાસર રોડ પર આવેલ માધપારવાડી કુમાર પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સમયે શાળાના પ્રિન્સિપાલ તુષારભાઈ બોપલિયા તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિ જલરૂપ), વિવેક ગજ્જર તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..