મોરબી : મોરબીના રફાળેશ્વર ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા અને કુમાર છાત્રાલયમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કુલદિપભાઈ ધરજિયા દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આ ચકલીના માળા અને કુંડા વિવિધ જગ્યાએ મૂકવા માટે માહિતી આપવામાં આવી હતી.