શાળાના રજત જયંતી વર્ષની ઉજવણીના અંતિમ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયુંવાંકાનેર : વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની પૂર્વ છાત્ર પરિષદ સમિતિના તમામ સભ્યો અને પૂર્વ છાત્રો દ્વારા શાળાના રજત જયંતી વર્ષની ઉજવણીના અંતિમ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત લોકકલ્યાણના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છાસ વિતરણની સાથે પક્ષીઓ માટે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓ અને શ્રમિક વર્ગને તાજગી અને રાહત મળે તેવા શુભ આશયથી પૂર્વ છાત્રો દ્વારા ઉત્સાહ, સહકાર અને સેવાભાવ સાથે ઠંડી અને તાજી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણ અને જીવદયા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સુંદર પહેલ દ્વારા માનવતાની સાથે-સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાના તમામ ટ્રસ્ટીઓ, પૂર્વ છાત્રો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો. આ પ્રસંગે સીઆરસી ઇકબાલભાઈ શેરસિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.શાળાના સંચાલકો, શિક્ષકમંડળ તેમજ આચાર્ય અને પૂર્વ છાત્ર પરિષદના અધ્યક્ષ દર્શનાબેન જાની દ્વારા શારીરિક, આર્થિક અને વૈચારિક રીતે આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા બદલ તમામ પૂર્વ છાત્રો અને પૂર્વ આચાર્યનો આભાર વ્યક્ત કરી તેમના આ ભગીરથ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.#Morbi #Wankaner #MorbiUpdate #NewsUpdate #SocialWork #AnimalWelfare #LKSanghviSchool