છેલ્લા છ વર્ષથી ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિને અનુલક્ષીને વિદ્યાર્થીઓને 20 હજાર જેટલા ચોપડાનું વિતરણ કરાયું હળવદ : હળવદમા છેલ્લા ૬ વર્ષથી ચાલતી સામાજિક સંસ્થાની અગ્રેસર સંસ્થા એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શૈક્ષણિક વર્ષમાં 20 હજાર જેટલા ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. ચોપડા વિતરણનો કાર્યક્રમ માત્ર બે કલાકમાં પૂર્ણ થયો હતો. લોકોની ભારે ભીડને કારણે એક દિવસ માટે જે વેચાણ થવાનું હતું. તે બે કલાકમાં જ પૂરું થયું હતું. હજુ પણ આગામી સમયમાં સરકારી શાળાઓમાં નિશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ કરવાનું આયોજન છે. તેવું ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું. હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થાની એક અગ્રેસર સંસ્થા કે જે હળવદમાં સમાજને ઉપયોગી બની રહી છે. જેનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને જે મોંઘાદાટ શૈક્ષણિક ચોપડા લેવા પડતા હોય તેવા પરીવારોને રાહત દરે ચોપડા મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે દાતાઓના સહયોગથી જાહેરાત લઈ ચોપડા વિતરણ કરવામાં આવે છે. રાહત દરે ચોપડા વિતરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને મધ્યમ વર્ગી પરિવાર ને આર્થિક રાહત મળે તે છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા.