લોકડાઉનમાં લોકો એકત્ર ન થાય એ માટે ઉકાળાની સામગ્રીના પેકેટ પણ આપાઈ રહ્યા છે હળવદ : હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના પગલે હળવદના સરકારી આયુર્વેદ દવાખાનાના તબીબ ડો. વડાવીયા દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરાયું છે. આ તબીબ દરેક લોકોના ઘરે રૂબરૂ જઇને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે. આ ઉપરાંત, હાલની લોકડાઉન પરિસ્થિતિમાં લોકો એકત્ર ન થાય એ માટે તેઓ ઉકાળાની જરૂરી સામગ્રીનું પેકેટ બનાવીને લોકોને વ્યક્તિગત રીતે આપી રહ્યા છે. હાલની આ પરિસ્થિતિમાં લોકો પણ આયુર્વેદીક પધ્ધતિથી બનાવાતા ઉકાળાનું સેવન કરવા માટે વધુ સજાગ બન્યા છે. હાલમાં શહેર અને તાલુકાના અસંખ્ય લોકો એ આ ઉકાળાનું સેવન કર્યાનું જાણવા મળી રહ્યું છે.